છે દેશ માં ભારતી નો
ઊદય છે આ સૂર્ય ની કિરણો નો,
ચમક છે આ ચંદ્રમા ની ચાંદની નો,
છે દિવસ આ માં ભારતી ની સ્વતંત્રતાનો
દિવ્ય બુદ્ધિચાતુર્ય અને અલૌકીક પુરુષાર્થ ની,
કઠણ પરિશ્રમ ની અને અગણિત ભક્તિ ની,
છે ધરા આ માં ભારતી ની
રક્ત થી રોળાતા છે સૈનિકો,
દેશ ને જ્ઞાન આપતા આ શિક્ષકો,
છે ભક્તિ આ માં ભારતી ની
રંગ અનેક , વેશ અનેક,
ખાનપાન અનેક ,બોલી અનેક,
છે તોય સમજણતાં માં ભારતી ના પ્રેમ ની
પ્રસિદ્ધિ અનેક , શોધ અનેક ,
છે નામ એક માત્ર દેશભક્તિ નું,
છે આ દેશ માં ભારતી નો
અહીંયા છે મેહમાન ભગવાન નું રૂપ ,
અને છે ગૌ માતા નું રૂપ ,
છે આ મહાન માનવતા ની માં ભારતી
અહીં છે અજાયબી અનેક ,
છે સૃષ્ટિ ની કલા અનેક ,
છે આ દેશ રંગ બે રંગી માં ભારતી નો
અહીં છે મિત્રો નો સંગ,
અને પરિવાર નો સંપ,
છે આ પ્રેમ માં ભારતી નો
શાંતિ ,સહાય અને વિનમ્રતા ,
છે રગ -રગ માં આ ત્રિ રંગ ,
છે ત્રિરંગો આ માં ભારતી નો
રાગ અનેક અને શૌર્ય અનેક,
વિચાર અનેક , વિવિધતા અનેક,
છે નામ હૃદય માં એક જ બસ માં ભારતી નું।
-જૈનિષ ડાભી।